વ્યાજખોરના ત્રાસે મહિલાએ ઝેરી દવા ગટગટાવી:ગીરગઢડામાં વિધવા મહીલાએ ઝેરી દવા પી લેતા ગંભીર, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડા થોરડી ગામમાં રહેતી એક મહીલાના પતિએ અગાઉ દશેક વર્ષ પહેલા પોતાની સાડા સોળ વીઘા જમીન પર તાલાળા તાલુકાનાં આંકોલવાડી ગામે રહેતા શખ્સ પાસેથી ગીરોખતથી ખેતીની જમીન પર રૂ.30 લાખ 20 ટકા વ્યાજે લીધેલ હતા. આ રૂપિયા વ્યાજ સાથે આપેલ હોવા છતાં વ્યાજખોરે મારા પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કરેલ હતા. આવા વ્યાજ ખોરના ત્રાસથી મહિલાએ મોત વાહલું કરવા એક પાનાની સુસાઈટ લખી ઝેરી દવા પી લેતા ગંભીર રીતે બેભાન હાલતમા પ્રથમ સરકારી હોસ્પિટલમાં બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. હાલ આ મહિલા ભાનમાં આવતા ગીરગઢડા પોલીસ હોસ્પિટલે પોહચી અને મહિલાના નિવેદન આધારે વ્યાજખોર વિરૂદ્ધ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

મહીલાએ લખેલ સુસાઈટ નોટ
જિંદગીમાં જીવવું કોને ગમતું નથી બધાને ગમે છે મારે પણ મરવું નહોતું પણ મને મરવા માટે મજબૂર કરનાર તાલાળા તાલુકાના આકોલવાડી ગામના શખ્સે મને મરવા મજબૂર કરેલ છે. મારી ખેતીની જમીન સાડા 16 વીઘા જેના ઉપર ગીરોખતથી મારા પતિ જીવતા હતા તે સમયે રૂ.30 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા. આ રૂપિયા વ્યાજ સાથે પરત આપેલ હોવા છતાં વ્યાજખોર મારા પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કરેલ હતા. આ જમીનનો ગીરોખતને બદલે વેચાણ દસ્તાવેજ કરી લીધા હતા. મારા પતિના મૃત્યુ બાદ મને જમીનની જાણ થતા મારી જમીન પરત મેળવવા માટે વ્યાજખોરને ખૂબ આજીજી કરેલ તેમ છતાં આજ દિન સુધી મને ફરી દસ્તાવેજ કરી આપેલ નથી. મારી પાસેથી જમીનનો કબજો બળજબરી પૂર્વક જુટવી લઈ મને તથા મારા પરિવારને નોંધારા કરી અને આ શખ્સે અમારા પરિવાર ઉપર છેતરપિંડી કરેલ છે. મેં ન્યાય માટે સરકાર અને પોલીસ વિભાગને ખૂબ જ લેખિત અને રૂબરૂ અરજીઓ કરી તેમ છતાં મને ન્યાય મળેલ નથી. જેથી મારે આ અઘટીન પગલું લેવાની ફરજ પડી છે.

હાલ ગંભીર હાલતમાં સારવાર હેથળ
મારી જમીન ઉપર વ્યાજે લીધેલા પૈસા અમે લોકોએ સંપૂર્ણ ચૂકવી આપેલ છે. જેથી આવા વ્યાજખોર લોકો અમારા જેવા નોંધારા પરિવારને મરવા મજબૂર કરે છે. મારું મરવાનું કારણ માત્ર મારી સાડા સોળ વીઘા જમીન અને રૂ. 43 લાખ 50 હજાર આ બંને પચાવી પડેલ છે. જેથી મને ન્યાય મળતો નથી. પરંતુ મારા મૃત્યુ બાદ આ સાડા સોળ વીઘા જમીન વ્યાજખોર પાસેથી મારા પુત્રને અપાવજો એવી મારી માંગણી છે. હું મરવા માંગતી ન હતી, પરંતુ મને આ શખ્સે મરવા મજબૂર કરેલ છે. જેથી આ વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થાય તોજ મારા આત્માને શાંતિ મળશે. આમ મહિલાએ સુસાઈટ નોટમાં સમગ્ર ઘટના જણાવી ઝેરી દવા પી લેતા હાલ ગંભીર હાલતમાં ઉના હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...