ઊનાના કેસરીયા ચોકડી પાસે પોલીસ દ્રારા વાહન ચેકીંગ દરમ્યાન બાઇકને રોકાવતા મહીલા સહીત ત્રણ શખ્સોએ ગાળો કાઢી કાઠલો પકડી ફરજમાં રૂકાવટ કર્યાની ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના ભેભા ગામે રહેતા નથુ દેવશીભાઈ શીંગળ તેમજ બીપીન નથુભાઈ શીંગળ બન્ને બાઇક પર કેસરીયા ગામે ચોકડી નજીક ભેભા રોડ પરથી પસાર થયા હતા. ત્યારે પોલીસનાં ભરતભાઇ પુનાભાઇ બારૈયા અને પ્રકાશભાઇ પુનાભાઇ ચાવડા દ્રારા વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું.
જેથી આ બાઇક ચાલકને રોકાવતા અમારી બાઇક કેમ રોકાવી તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી ફરજ પરના પોલીસે ગાળો ભાંડવાની ના પાડતા તે તેની ગાડી લઇને નાસી છૂટ્યા હતા. થોડીવારમાં બે શખ્સો અને એક મહીલા બાઘુબેન નથુભાઈ શીંગળ સ્થળ પર આવીને મારા દિકરાની ગાડી કોણે રોકાવેલ છે તેમ કહી કાઠલો પકડી ઝપાઝપી કરવા લાગેલ હોય આમ ફરજ પર રહેલા પોલીસ સામે ગેરવર્તન કરનાર મહીલા સહીત ત્રણેય સામે પોલીસે ફરજ રૂકાવટની ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.