લઠ્ઠાકાંડ એટલે શું?:લોકોએ કહ્યું કે, નગડીયામાં કોઈ વ્યક્તિ દારૂ પીતું નથી, 1 પણ પોલીસ કેસ નહીં,

ઊના20 દિવસ પહેલાલેખક: જયેશ ગોંધીયા
  • કૉપી લિંક
  • એક પણ દારૂની ભઠ્ઠી નથી : સરપંચ પતિએ જણાવ્યું કે, ગ્રામજનોમાં જાગૃતત્તા છે એટલે જ આ શક્ય બની રહ્યું છે, દરેક સરપંચ આગળ આવે

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે સરકાર પણ એકશનમાં આવી ગઈ છે. વાત કરીએ ગીરગઢડાના નગડીયાની તો અહીંયા કોઈ દારૂનું સેવન નથી કરતુ તેમજ ભઠ્ઠી પણ ન ધમધમતી હોવાનું મહિલા સરપંચના પતિ હરેશભાઈ બલદાણીયાએ કહ્યું હતું. ગીરગઢડાનાં નગડીયા ગામે 2500ની વસ્તી છે અને 1200નું મતદાન છે.

આ ગામમાં એક પણ દારૂની ભઠ્ઠી નથી
40 ટકા વસ્તી પટેલ સમાજ, 40 ટકા આહીર સમાજ તેમજ 20 ટકા અન્ય સમાજની વસ્તી છે. આ ગામના મોટા ભાગના લોકો ખેતી, પશુપાલન, ખેત મજુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે વાત આવે લઠ્ઠાકાંડની તો આ ગામમાં ઘણા લોકોને એ પણ ખબર નથી કે લઠ્ઠાકાંડ શું હોય. કારણ કે આ ગામમાં એક પણ દારૂની ભઠ્ઠી નથી. તેમજ કોઈ વ્યક્તિ દારૂનું સેવન પણ કરતુ નથી.

ગામમાં દારૂ વેંચવાનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી
જો કે, બહારથી કોઈ શ્રમીક કામ માટે આવે તો એકાદ-બે વ્યક્તિ છાને ખૂણે દારૂનુ સેવન કરતા હોય છે. પરંતુ ગામલોકો આમનાથી દૂર રહે છે. તેમજ આ ગામમાં દારૂ સેવનનો કે દારૂ વેંચવાનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી. જેમનું મુખ્ય કારણ છે ગ્રામજનોની જાગૃત્તા, જ્યારે દારૂ સેવનના કારણે ઘરેલુ હિંસાની વાત કરીએ તો એ પણ એક પણ કેસ નોંધાયો નથી.

જ્યારે સરપંચ પતિ હરેશભાઈએ વધુમાં કહ્યું હતું કે, અમારા સુધી દારૂની એકપણ ફરિયાદ આવી નથી. આ ગામમાં સરપંચના પ્રતિનિધી દ્વારા વ્યસન મુક્તિના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં અનેક લોકોએ પાન,માવા, તમાકુ અને બિડીને પણ તીલાજંલિ આપી હતી.

દરેક ગામમાં નિયંત્રણ જરૂરી : હરેશભાઈ
અમુક ગ્રામીણ વિસ્તારોમાં દારૂનું દુર્ષણ ઘર કરી ગયું છે. ત્યારે પોલીસ તેમની ફરજ નિભાવતી હોય છે. સાથે સાથે સરપંચે પણ કાર્યરત થઈ ગામમાં દારૂનું વેંચાણ બંધ કરાવવું પડશે અને લોકોને પણ જાગૃત કરી દારૂના સેવનથી દૂર રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...