• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • Want To Build A Water Protection Wall Along Rawal River In Una; There Is A High Probability Of Causing Huge Damage To The People Due To The Ingress Of Flood Water In The Village

સિંચાઇ વિભાગને રજુઆત:ઉનામાં રાવલ નદી કાંઠે પુરસંરક્ષણ દિવાલ બનાવવા માગ; ગામમાં પુરનું પાણી ઘુસી જવાથી લોકોને ભારે નુકસાન થવાની​​​​​​​ પુરી સંભાવના

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના સનખડા ગામે આવેલી રાવલ નદીનાં કાંઠે પૂરના પાણીથી સાઇડોમાં ધોવાણ થતાં પુરસંરક્ષણ દિવાલ બનાવવા તાલુકા પંચાયત સદસ્ય પૂનુબા માંડણભા ગોહીલે સિંચાઇ વિભાગને રજુઆત કરી હતી.

સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માગ
સનખડા ગામે રાવલ નદીનાં કાંઠે સ્મશાનની જગ્યાં આવેલી છે. ત્યારે નજીકમાં રાવલ નદી પસાર થાય છે. નદીમાં જયારે પણ પુરનું પાણી આવે ત્યારે સાઇડોનું ધોવાણ થતું હોય છે. જેનાં કારણે ગામમાં પુરનું પાણી ઘુસી જવાથી લોકોને ભારે નુકસાન થવાની પુરી સંભાવના છે. આથી આ સ્થળ પર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ ઉઠી છે. આ જગ્યા પર રાવલ નદી કાઠાની સાઇડોમાં દીવાલ નહી બનાવવામાં આવે તો સનખડા ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પુરના પાણીથી દિવાલનું સંપૂર્ણ ધોવાણ થશે તો આ પાણી ગામ સુધી પહોંચી જશે અને લોકોને પણ નુકસાન પહોંચશે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...