કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આવેલી હાયર સેકન્ડરી સ્કૂલ વડલી માતા બોયસના 50 વિધાર્થીઓ અને હાયર સેકન્ડરી સ્કૂલ ગર્લ્સ વણાકબારાની 30 વિધાર્થિનીઓએ આજે વણાકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓને પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ અન્ય કાનૂની સેવા વિશે જનરલ માહિતી સહિત અનેત વિસ્તૃત માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં આ વિધાર્થીઓને કાનૂની કાર્યવાહી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કાનૂની કાર્યવાહી, કાયદા પોલીસ કઈ રીતે કરે તે વિશે માર્ગદર્શન પીએસઆઈ નિલેષ કાટકર દ્વારા આપવામાં આવેલું. તેઓએ કાયદા વ્યવસ્થા, સાયબરમાં છેતરપિંડી કઈ રીતે થાય, ઓનલાઇન તથા સોશિયલ મીડિયામાં ગુના થતાં હોય તે જાણકારી આપવામાં આવી હતી. સાથે એફઆઇઆર કેમ કરવી, મહિલાઓને કોઈ મુશ્કેલી આવે તો તે 112 પર કોલ કરી શકે, મહિલા પોલીસની કામગીરી, તથા કાનૂની સેવા વિશે જનરલ માહિતી સહીત વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના શિક્ષકો તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.