પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું:ઊનામાં પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું; હોળી-ધુળેટીના તહેવારને લઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજન

ઉના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના શહેરમાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છીય બનાવો ન બને તેને ઘ્યાને રાખી ઉના પોલીસ દ્વારા વિવિધ બજારમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોળી-ધુળેટીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઊના શહેરમાં કાયદો, વ્યવસ્થા અને કોઇ અનિચ્છીય બનાવો ના બને તેને ધ્યાને રાખી ઉના પોલીસ પી.આઇ એન.કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાન સહિતનો પોલીસ કાફલો શહેરના મુખ્ય માર્ગ પરથી વિવિધ બજારોમાં નિકળી ટ્રાફીક સમસ્યા તેમજ લોકોની સલામતી અને કોઇ મુશ્કેલીઓ લોકોને ન પડે તેથી બજારના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...