ભક્તિભાવ સાથે હોળી પ્રગટાવાઈ:ઉના શહેરના ટાવર ચોકમાં નવાબીકાળથી ઉતાસણી પ્રગટાવાય છે; વર્ષોથી પરંપરાગત હોળીકા દહન યોજાય છે...

ઉના18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના ટાવર ચોક વિસ્તારમાં પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા થાય છે. ઐતિહાસિક ઉતાસણી લોકવાયકા મુજબ આ હોળી લગભગ નવાબો વખતથી ટાવર ચોક વિસ્તારમાં દહન કરવામાં આવે છે. આના માટે યુવાનો દ્વારા એકાદ મહિનાથી સૂકા લાકડા ઘરે ઘરેથી ઉઘરાવામાં આવે છે. ત્યારબાદ શાસ્ત્રોક વિધિ બાદમાં શક્તિનાં વિજયનું મહાપર્વ એવી હોળીની સમગ્ર શહેરમાં ભક્તિભાવ સાથે હોળી પ્રગટાવવામાં આવે છે.

સમગ્ર ઉના પંથકમાં સહુથી મોટી અને પૌરાણિક હોળી હોવાથી નવા પરણેલા નવદંપતી તેમજ નવજાત બાળકોને વાડ કાઢવાની પ્રથા પણ ખુબ પ્રચલિત છે. જે ઉના નગરના વિવિધ વિસ્તારોમાંથી ડી.જે.ના તાલ સાથે પોતાના પરિવાર સહિત લોકો હોળીકાની પ્રદીક્ષણા કરી ધાણી, દાળિયા, ખજૂર ,શ્રીફળ સહિત હોળિમાં હોમતા હોય છે. સાથે તિલક હોળી રમી લોકો તેહવારની ઊજવણી કરતા હોય છે. આ નવાબી કાળની ઉતાસણી માટે પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા ખુબ જેહમત ઉઠાવી સુંદર મજાની રંગોળી સાથે હોળિકા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...