ગ્રાહકોને બીલ આપવાની માંગ:ઊના તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાંથી ગ્રાહકોને બીલ આપવા સામતેર ગામના ઉપસરપંચની માંગ

ઉના21 દિવસ પહેલા

ઊના તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં સસ્તા અનાજ લેનાર ગ્રાહકોને કોઇપણ જાતનું બીલ આપવામાં આવતું ન હોવાની રાવ ઉઠવા પામી છે. આ રાશનની દુકાનમાં રાશનકાર્ડ ધારક ગ્રાહકો પોતાનો સસ્તા અનાજનો માલસામાન લેવા જતા હોય છે. ત્યારે રાશનની દુકાન ધરાવતા સંચાલક દ્વારા સસ્તા અનાજ લેનાર ગ્રાહકોને કોઇપણ જાતનું બીલ આપવામાં આવતું નથી. ત્યારે સામતેર ગામના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલે આ અંગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગ્રાહકોને બીલ આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું પણ જણાવ્યું છે.

દુકાનદાર દ્વારા ગ્રાહકોને બીલ આપવામાં આવે તેવી માંગ
તાલુકામાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગ્રાહકોને સરકાર તરફથી કેટલું અનાજ આપવામાં આવે છે, તેનો શું ભાવ લેવામાં આવે છે તેનો ખ્યાલ ગ્રાહકોને માત્ર મૌખિક જણાવી દેવામાં આવે છે પરંતુ આ બાબતે દુકાનદાર કોઇજાતનું બીલ કે ચિઠ્ઠી આપતો ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જો આ બીલ કે ચિઠ્ઠી આપવામાં આવે તો ગ્રાહકને ખ્યાલ આવે કે કેટલા અનાજનો જથ્થો મળવા પાત્ર છે અને કેટલુ મળે છે તે જાણી શકાય એવી ફરિયાદો ઉઠી છે. જેથી આ તમામ બાબતે સામતેર ગામના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલે ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને અગાઉ લેખિત રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરી આ અંગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ સસ્તા અનાજની દુકાનદાર દ્વારા ગ્રાહકોને બીલ આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...