શ્વાનના બચ્ચાએ માની સામે અંતિમ શ્વાસ લીધા:ઉનામાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનના બચ્ચાંને કચડી નાખ્યો; સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

ઉનાએક મહિનો પહેલા

ઉના શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન પાસે રસ્તા પર આંટા મારતા શ્વાનના બચ્ચાંને કોઈ અજાણ્યા વાહન ચાલકે કચડી નાશી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ગલૂડિયાને કચડી નાખતા ગલૂડિયું રાડારાડ કરવાં લાગ્યો
શહેરમાં વાહન ચાલકો બેફામ બની ગયા હોય તેમ રહેણાંક વિસ્તારમાં પણ પુરપાટ ઝડપે વાહનો ચલાવતા હોય છે. ત્યારે એક અજાણ્યાં વાહન ચાલકે શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રસ્તા પર શ્વાન અને તેનાં બચ્ચાં આંટા મારતા હતા. ત્યારે અચાનક પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે ગલૂડિયાં ઉપર વાહનનું વીલ ચડાવી દેતાં બચ્ચાને કચડી નાખી નાશી છૂટ્યો હતો. જેથી ગલૂડિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે આમ મુંગા પશુને અક્સ્માત કરી મોતને ઘાટ ઉતારી દેતાં આવા વાહન ચાલકો સામે રહિસોમાં ભારે રોષ ફેલાયો હતો. વાહન ચાલકે ગલૂડિયાને કચડી નાખતા ગલૂડિયું રાડારાડ કરવાં લાગ્યો. ત્યારે આજુબાજુમાં રહેલી ગલૂડિયાની માતા ઘટના સ્થળે આવી, પરંતું ગલૂડિયું તરફડિયા મારતુ રહ્યું અને થોડીક ક્ષણોમાં મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...