લો કોલેજમાં સેમીનાર:ઉનાની લો કોલેજના સેમિનારમાં વિદ્યાર્થીઓને કાયદાકીય માહીતી-માર્ગદર્શન અપાયું; મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં

ઉના23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના શહેરમાં એ.આર.ભટ્ટ લો કોલેજમાં વિદ્યાર્થી પ્રોત્સાહન અને માર્ગદર્શન સંદર્ભે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગુજરાત બાર કાઉન્સિલનાના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના આઇ.સી.પ્રિન્સિપાલ જાનવી દ્વારા મહેમાનને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોતાના અનુભવ અને સંઘર્ષની વાતો સરળ શબ્દો દ્વારા કહેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કાયદાકીય માહીતી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં ઉના નગરપાલિકાના ઉપ પ્રમુખ એડવોકેટ ચંદ્રેશ જોશી, ઉના બાર એસોશિયેશનના પ્રમુખ મોહન બાંભણિયા તેમજ ભાવનગરના સિનિયર એડવોકેટ સંદીપ પી વોરા, એડવોકેટ અમીષ એન પંડ્યા, એડવોકેટ પ્રણવ પી ભટ્ટ, એડવોકેટ નિલેશ ડાભી, હિતેશ ચૌહાણ સહીતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની આભાર વિધિ સિદ્ધાર્થ ઓઝાએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...