ગીર સોનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામમાં આવેલા અહેમદપુર માંડવી બીચને ઈન્ટરનેશનલ કક્ષાના બીચ બનાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિલ્હી તથા ગુજરાતની ટીમ જોડાઈ હતી. પ્રવાસીઓને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ બીચનું સૌંદર્યકરણ કરવામાં આવશે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામમાં આવેલ અહેમદપુર માંડવી બીચને બ્લુ ફ્લેગ બીચ ઇન્ટરનેશનલ લેવલનો બીચ બનાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા દિલ્હીથી સંજય ઝાલા (પ્રોજેક્ટ કન્સલ્ટિંગ,મિનીસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ), ગાંધીનગરથી પુજાબેન ઝા (પ્રોજેક્ટ મેનેજર ગુજરાત ઇકોલોજીકલ કમીશન), નાળિયા માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરા, દીવ ટુરિઝમ ઓફિસર હિતેન બામણીયા તેમજ સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોસ્વામી ધર્મેન્દ્ર સહિતના લોકો આ બેઠકમાં જોડાયા હતા.
દેશ વિદેશના સહેલાણીઓની આકર્ષવા તેમજ આજુબાજુના વિસ્તારને રોજીરોટી અને કામગીરી મળી રહે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અહેમદપુર માંડવી બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બીચ બનાવવા માટે બેઠકનુ તથા નિરિક્ષણનુ આયોજન કરવામાં આવેલું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલા દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચ જાહેર કરવામાં આવ્યો છે. ભારતના 10 દરિયા કિનારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનવાળા અને ઇન્ટરનેશનલ લેવલના તૈયાર થશે. જેમાં બે દરિયા કિનારા ગુજરાત રાજ્યને મળશે. ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારામાં શિવરાજપુર બીચ તેમજ અહેમદપુર માંડવી બીચને વિકસાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.