વાતાવરણમાં પલટો:ઉનાના દેલવાડા, નવાબંદરમાં વિજળીના કડાકાભડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ

ઉના24 દિવસ પહેલા

ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. દેલવાડા અને નવાબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી જતા અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત ઉના શહેરમાં હાલ વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયેલ છે. તેમજ ઉના પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિજળીના કડાકાભડાકા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...