જાત મહેનત જિંદાબાદનું સુત્ર સાકાર કર્યું:ઉનાના ઉમેજ ગામલોકોએ રૂ. 40,000નો લોકફાળો એકઠો કર્યો; વહેતા પાણીના પ્રવાહમાં બેઠોપુલ બનાવી કાચા રસ્તાનું નિર્માણ કર્યું

ઉના2 મહિનો પહેલા

ઉનાના ઉમેજ ગામની વસ્તી 6775 છે. આ ગામની સમસ્યા એ છે કે, ગામની ભાગોળેથી નીકળતી રાવલ નદી પર પુલ ના હોવાને કારણે નદીના સામે કાંઠે રહેતા લોકોને નદી પાર કરવા ચોમાસાના 4 મહિના જીવને જોખમે નદી પાર કરી અને ગામમાં પોતાના પરિવાર માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા આવવું પડે છે. તો બીજી બાજુ ગામમાં રહેતા લોકોના ખેતર રાવલ નદીના સામે કાંઠે આવેલા હોવાથી ચોમાસા દરમિયાન પોતાના ખેતરે જીવનાં જોખમે જવું પડે છે. તેમજ પોતાના ખેતરે વાવેલ ચોમાસાની સીઝનનો પાક તૈયાર થાય છે. ત્યારે નદીના સામે કાંઠે ખેડૂતોના તૈયાર થયેલ પાકને બળદ ગાડા તેમજ ટ્રેકટર, ટ્રોલીમાં લાવવા માટે મુશ્કેલી પડતી હોય છે. જેથી ખેડૂતો લોકફાળો એકઠો કરીને નદી પાર કરવા માટે જાતમહેનતે સ્વખર્ચે નદીમાં ટ્રેકટર અને જેસીબીની મદદથી નદીમાં મોટા પથ્થરો, માટી તેમજ ભૂંગળા નાખી વાહન, માણસો તેમજ ખેડૂતોના માલઢોર આવન જાવન કરી શકે તેથી નદીમાં કાચો પુલ બનાવી રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે દર વર્ષે કરવામાં આવે છે.

આ બાબતની ગ્રામ પંચાયત તેમજ ગામના આગેવાનો અને કાર્યકરો ગ્રામજનો દ્વારા છેલ્લા 7 વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનોની અરજી ગુજરાત સરકાર દ્વારા સત્વરે થયાને લઈને ઉમેજ ગામની રાવલ નદી પર પુલ બનાવવાની માંગણી સ્વીકારી રૂપિયા 4 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે. જેમાં રાવલ નદી પર પુલ બનાવવા અને ઉમેજ ગામને અમરેલી-ખાંભા રોડને જોડતો ડામર રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરંતુ હાલ રાવલ નદીમા પાણીનો પ્રવાહ વધું હોવાથી જેના કારણે આ નદી પર પુલ બનાવવો મુશ્કેલ હોવાથી ખેડૂતોએ જાતમહેનત કરીને રાવલ નદી પર સામા કાંઠે અવર જવર થઈ શકે તેવા કાચા રસ્તાનું નિર્માણ કર્યું છે. આ નદી પર પુલ બનાવવા માટે 80 જેટલા ખેડૂતો જોડાયા હતા અને એક ખેડૂત દીઠ રૂ. 200નો લોકફાળો એકઠો કરવામાં આવ્યો હતો. વહેતા પાણીના પ્રવાહમાં કઠિન મહેનત કરીને સવારથી રાતના 10 વાગ્યા સુધીમાં ભારે જહેમતથી કાચા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી ગામ લોકોમાં અને ખેડુતોમાં રાહત પ્રસરી હતી. આ કામગીરીમાં ખેડૂતો દ્વારા રૂ.40 હજારનો લોકફાળો એકઠો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...