ઉના દરીયાઇ કાંઠા વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના અને માછીમારીના વ્યવસાય ધરાવતો પરીવાર રહે છે. ત્યારે ઉનાના સૈયદ રાજપરા ગામ તેમજ આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉના શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને ઉનાથી પરત પોતાના ગામે જવા માટે એસ ટી બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં વધુ ખર્ચ કરીને જવા મજબુર બની રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં એસ ટી બસની સુવિધા તાત્કાલીક શરૂ કરવા ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાએ લેખિત રજુઆત ઉના એસ ટી ડેપોને કરી હતી.
મોટી સખ્યામાં વિદ્યાર્થી ઉના ખાતે અભ્યાસ માટે જાય છે
ઉનાના સૈયદ રાજપરા, માણેકપુર, દુધાળા, સિમર, ખજુદ્દા, દાંડી, સેંજળીયા, ખડા, કાળાપાણ, ખાણ સહીતના ગામોના ધો. 10 થી કોલેજ સુધીના અભ્યાસ કરતા મોટી સખ્યામાં વિદ્યાર્થી ઉના મુકામે અલગ–અલગ શાળા કોલેજોમાં અભ્યાસ માટે આવે છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને શાળા, કોલેજમાં અભ્યાસનો સમય સવાર થી બપોરના 12 વાગ્યા સુધી અને પરત વિદ્યાર્થીઓને ઘરે ગામ સુધી પહોંચવા માટેની કોઈ બસની સુવિધા ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ઉના થી સૈયદ રાજપરા ગામે જે બસ આવે છે તે બસ સવારના 10 ના સમય ગાળા દરમ્યાન ઉના થી નિકળે છે. તેથી આ બસ વિદ્યાથીઓ માટે અનુકુળ આવે તેમ ન હોય તેથી સૈયદ રાજપરા, સિમર, દાંડી, સેંજળીયા, ખાણ સહીત ગામોના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યના સમયને ધ્યાને રાખી એસ ટી ડેપો માંથી બસ ફાળવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સમયસર પરત ઘરે પહોંચી શકે તેવા હેતુથી તાત્કાલીક એસ ટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ કામળીયાએ ઉના ડેપો ઇન્ચાર્જ વિભાગને લેખિત રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.