યોગ ચેમ્પિયન:ઉનાના વિદ્યાર્થીએ નેશનલ યોગાસન સ્પર્ધામાં સુવર્ણચદ્રક મેળવ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની સ્પર્ધામાં દીવ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા આયોજિત દીવ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય દીવ ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતાં અને ઉનામાં રહેતો વિરાટ હિમાંશુ જોશીએ ભાગ લીધો હતો. ઉનાના વિરાટે સબ જુનિયર કેટેગરીમાં પરંપરાગત યોગ સ્પર્ધામાં રજતચંદ્રક અને આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવીને વિરાટ વિક્રમ સર્જયો હતો. સુવર્ણચંદ્રક અને જતચંદ્રક મેળવીને કેન્દ્રીય વિદ્યાલય તથા ઉનાનું નામ રોશન કર્યુ હતું.

આ અગાઉ તેઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની રિજીઓનલ સ્પોર્ટ્સમાં પણ કે.વી.અંકલેશ્વર ખાતે ઉજ્જવળ દેખાવ કર્યુ હતું. અભ્યાસ, સંગીત, રમતગમત સાથે યોગાસનમાં આ સિદ્ધિ તેમની આક્રી મહેનત અને લગનનું પરિણામ છે. હવે તેઓ દીવ જિલ્લાનું પ્રતિનિધિત્વ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશની સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...