ઉના વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ગુનાઓના આરોપી સામે જિલ્લા હદપાર અને પાસા કરવા સૂચના આપવામાં આવી છે. ઉનાના પીઆઈ ગોસ્વામીએ નાયબ પોલીસવડા ખેંગારના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના પાતાનાપુર ગામનો નિકુંજ ઉર્ફે નીકો નરેન્દ્રભાઈ છોડવડિયા (ઉ.વ.30) સામે વિદેશી દારૂના એકથી વધુ ગુનાઓ નોંધાયા હતા. તેથી તેની ફાઈલ પાસાની તૈયાર કરી જિલ્લા પોલીસવડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ક્લેકટરને મોકલી હતી.
આ ગુનાની ગંભીરતા સમજી તેની સામે જિલ્લા ક્લેક્ટરે પાસાનું વોરંટ ઈસ્યુ કરી મોકલતા જિલ્લા એલસીબીના પીએસઆઈ વી.કે. ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ્લભાઈ વાઢેર, સંદીપભાઈ ઝણકાટે પાતાપુર ગામેથી આરોપી નિકુંજ છોડવડિયાને પકડી ઉના લાવી કાર્યવાહી કરી વડોદરા સેન્ટ્રલ જેલમાં મોક્લી આપેલ હતો. ઉના પોલીસે અત્યાર સુધીમાં જિલ્લા હદપાર એક સામે કાર્યવાહી હાથ ધરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.