ઊના પંથકમાં તાઉતેએ કહેર વર્તાવ્યો હતો. હજુ આ વિસ્તાર બેઠો થયો નથી. જેથી સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરી કચ્છની જેમ વિકાસ કરવાની માંગ ઉઠી છે. ઊનામાં તાઉતે વાવાઝોડાના એક વર્ષ બાદ પણ તાલુકો વિકાસથી વંચિત રહ્યો છે. ત્યારે કચ્છની જેમ વિકાસ કરવામાં આવે તેવી માંગ સાથે ભરતભાઇ રાઠોડે મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી હતી. તાઉતે વાવાઝોડાએ ઉના તાલુકો તથા આસપાસના વિસ્તારનો સંપૂર્ણ વિનાશ કરી નાખેલ હતો.
અને ત્યારના તાત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉનાની મુલાકાત લઇ કચ્છની જેમ ઉનાનો વિકાસ કરવાની બાંહેધરી લોકોને આપેલ પરંતુ આજે એક વર્ષ વિતીગયા બાદ પણ ઉના વિકાસ માટે સરકારમાંથી કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી. વાવાઝોડાની અસરથી લોકો બેરોજગાર બની ગયા છે.
ખેડૂતોની વર્ષોની મહેનતથી ઉછેરેલ આંબાની બાગ, નારીયેળ, બગીચા સંપૂર્ણ નાશ પામ્યા છે. જેથી તેને ફરી બેઠો કરવા ખાસ સરકાર યોજના બનાવે ઉનાને ગર્વમેન્ટ પોલીટેકનીક તથા સાયન્સ કોલેજ ફાળવવામાં આવે તેથી વાવાઝોડામાં બધુ ગુમાવી બેઠેલ પરીવારના બાળકોને બહાર અભ્યાસ માટેના જવું પડે ખર્ચ બચે અને સહેલાયથી શિક્ષણ મેળવી શકે તેવા હેતુ સાથે તાલુકામાં ઉદ્યોગ ફાળવવામાં આવે જેથી વાવાઝોડામાં બેરોજગાર બનેલ લોકોને રોજગારી મળી રહે દરીયા કાંઠાનો વિકાસ કરવામાં આવે જેથી ટુરીઝમ વધે જેથી રોજગારી પણ વધે હીલાઓ માટે ગૃહઉદ્યોગો સ્થાપવામાં આવે આવી અનેક બાબતો છે જેનાથી ઊનાને ફરી કચ્છની જેમ બેઠુ કરવા માંગ કરી છે.
અસરગ્રસ્તોને હજુ સહાય નથી મળી
વાવાઝોડામાં નુકસાન થયેલા અસરગ્રસ્તો છેલ્લા એક વર્ષથી મામલતદાર કચેરીએ ધરમના ધક્કા ખાય રહ્યાં છે. અસરગ્રસ્તોના ત્રણ હજારથી વધુ લોકોને ગ્રાન્ટના વાંકે સહાય મળી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.