માનવતાનું ઉમદા ઉદાહરણ:ઊના નવાબંદર પોલીસને પાકીટ મળતા મૂળ માલિકને પરત કર્યું

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એક વ્યક્તિનું પાકીટ મળી આવ્યું હતું. જે પૈસા ભરેલુ પાકિટ મૂળ માલીકને પરત કરી માનવતાનું ઉદાહરણ પરુ પાડ્યું હતું. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભીખુશા બચુશા જુણેજા ઊના કોર્ટમાં હતા. એ દરમિયાન પૈસા ભરેલું પાકીટ તેમને મળી આવ્યું હતું.

રૂા. 17,000ની રોકડ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ હોય જેથી પોલીસ કર્મીએ પાકીટ કોનું છે તેની તપાસ કરતા સોનારી ગામે રહેતા કાળુભાઇ ઉકાભાઇ ચૌહાણ વાળાનું હોવાનું જણાય આવતા તાત્કાલીક તેમનો સંપર્ક કરી આ પાકીટના મૂળ માલીક કાળુભાઇ ચૌહાણ સાથે પાકિટમાં રહેલ રોકડ રકમ સાથે જરૂરી ડોક્યુમેન્ટની ખરાઇ કર્યા બાદ તેમને પરત કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જયેશગોંધીયા

અન્ય સમાચારો પણ છે...