સાકર તુલા:ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડની સાકર તુલા કરી અભિવાદન કરાયું...

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉના વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના કાળુભાઇ રાઠોડનો વિજય થતાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તાલુકાના રામપરા ગામે સુખનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની સાકર તુલા કરાઈ હતી. આ સાથે કાળુભાઇ રાઠોડે સુખનાથ મહાદેવ મંદિરના પૂજા દર્શન કરી આર્શિવાદ લીધા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ પાલાભાઈ વાળા, કારોબારી સમિતિના ચેરમેન ભાવુભાઈ ચાવડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાળુભાઇ સરવૈયા, કિશનભાઇ ડોડીયા, મેહુલભાઈ ગૌસ્વામી સહિતના મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...