ધાબળાનું વિતરણ:ઉના સરકારી હોસ્પિટલના ડો. મિશ્રાએ નાના વર્ગના કર્મચારીઓને ધાબળાનું વિતરણ કર્યું; તમામ કર્મચારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ

ઉના22 દિવસ પહેલા

ઉના સરકારી હોસ્પિટલના ડો. નવલકુમાર મિશ્રાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ નાના વર્ગના કર્મચારીઓને પોતાના સ્વખર્ચે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ શિયાળાની ઠંડીના સમયમાં માનવતા દાખવી હોસ્પિટલમાં ફરજ બજાવતા નાના વર્ગના તમામ કર્મચારી ભાઈઓ બહેનોને મદદરૂપ થવા ડો. મિશ્રાએ ધાબળા તેમજ ચીકીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ, ડોક્ટરે ધાબળા વિતરણ કરતા કર્મચારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે ડો. નવલકુમાર મિશ્રા પોતાની ફરજ દમિયાન પણ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સંકટ સમયે મુશ્કેલી આવી પડે ત્યારે પણ આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. આમ દર વર્ષે તમામ નાના વર્ગના કર્મચારીઓને મદદરૂપ થઈ ધાબળા વિતરણ કરી સેવાનું કાર્ય કરતા સૌ કોઈએ આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...