ઉના ગીરગઢડા તાલુકા 93-વિધાનસભા બેઠકની ચૂંટણીનું આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શામજી બોધા સોલંકીએ પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર કાળુ રાઠોડ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર પુંજા વંશ અને આપના ઉમેદવાર સેજલ ખુંટ વચ્ચે ત્રિકોણીયો જંગ જામશે.
પક્ષો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ શરૂ
આ ઉપરાંત રાઈટ ટુ રીકોલ પાર્ટી ઈશ્વર સોલંકી, ભારતિય રક્ષક પાર્ટી પાચા દમણીયા, રાષ્ટ્રીય સમાજ દળના શાંતિલાલ કિડેચા તેમજ 4 અપક્ષના ઉમેદવારો માનસિંહ ગોહીલ નિશાન (હિરો), નિલેશ અનીલ ખોરાસી (ફુલાવર), ભાણજી ખેતા વાળા (કીટલી) તેમજ બાલુ કરશન વંશ (સફરજન) આ વિધાનસભા ચૂંટણીમાં જંપ લાવેલ છે. ચૂંટણીના માહોલને બનાવવા તમામ પક્ષના નેતાઓ નાના-મોટા વિવાદો મતભેદ દુર કરી સમાધાન કરી પોતાનાં ચૂંટણીના કામે લાગી જવાની સાથે જોરશોરથી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.