વિજયી ભવઃ આશીષ સંમેલન:ઉના કોંગ્રેસ ધારાસભ્યએ વિધાનસભા બેઠક માટે પોતાનું ​​​​​​​ઉમેદવારી ફોર્મ રજુ કર્યું

ઉના24 દિવસ પહેલા

ઉના ગીરગઢડા તાલુકાના વિધાનસભા ક્ષેત્રમાં ફરી વખત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને રિપીટ કરતાં ભવ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ભવઃ આશીષ સંમેલન તેમજ નવા વર્ષનાં સંમેલન સાથે પુંજા વંશે ફોર્મ રજુ કર્યુ હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શકિતીસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહિલ, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન રામજી પોકીયા, શહેર પ્રમુખ ગુણવંત તળાવીયા, તાલુકા પ્રમુખ રામ ડાભી, ગીરગઢડા તાલુકાના પ્રમુખ બાલુ હિરપરા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય, સરપંચો, મહિલાઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ધારાસભ્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું
​​​​​​​
આ સભાને સંબોધનતા અગ્રણીઓ દ્વારા સિનિયર ધારાસભ્ય પુંજા વંશને જંગી મતે વિજય બનાવવા આહવાન કર્યું હતું. સભા સંમેલન બાદ ધારાસભ્ય પુંજા વંશે પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી નાયબ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...