ઊના શહેરમાં શ્રાવણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા 6 દિવસથી વરસાદના વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા પડ્યા બાદ બપોર પછી મેઘરાજા મનમુકીને વરસતા ધોધમાર ઉના શહેરમાં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસી જતાં શહેરના મુખ્ય માર્ગ તેમજ બજારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા હતા. ઉના પોલીસ લાઇન, બજાર, ટાવર ચોક, પોસ્ટ ઓફીસ સહીતના વિસ્તારોમાં પાણી ભરાય જતાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા. પોલીસ લાઇન સામે ગોઠણડુબ પાણી ભરાય જતાં ટ્રાફીક સર્જાયેલ અને વાહનનોની લાંબી કતારો જોવા મળી હતી. ઉના શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ વરસાદને પગલે રસ્તા પર ફરી ખાડા પડી જતાં બિસ્માર રસ્તો બન્યો.
શાહી નદીમાં પુર આવતા ગામ સંપર્ક વિહોણુ બન્યું
ઊના શહેરમાં બે કલાકમાં 4 ઇંચ, ગીર જંગલમાં તેમજ ગીરગઢડા, ધોકડવા, નગડીયા, જરગલી, જશાધાર, નિતલી વડલી, વાજડી, અંબાડા, સહીતના ગામોમાં 2થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સીવાય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગીર નજીક આવેલ નગડીયા ગામની શાહી નદીમાં પુર આવતા ગામ સંપર્ક વિહોણુ બની ગયેલ હતું. જેના કારણે લોકોને પોતાના ગામમાં જવા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.