બિસ્માર માર્ગથી જનતા ત્રાહિમામ!:ઉના-ભાવનગર નેશનલ હાઈવે સ્થાનિક દુકાનદારોએ પથ્થર મુકી ચક્કાજામ કર્યા; પોલીસે 7 શખ્સોની અટકાયત કરી

ઉના21 દિવસ પહેલા

ઉના-ભાવનગર નેશનલ હાઈવે રોડ પર આવેલ ઉના બાયપાસ બ્રિજના નીચેના ભાગેથી શહેર તરફ જતાં રસ્તા પર બન્ને સાઈડોમાં ધૂળની ડમરીઓ ઉડતી હતી. જેથી આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ રસ્તો બનાવવા અગાઉ નેશનલ હાઈવે ઓથોરીટીને રજૂઆત કરી હતી. પરંતુ રસ્તાનું કામ ન થતાં દુકાનદારો દ્રારા આજે રસ્તા પર પથ્થરો તેમજ ઝાડની ડાળીઓથી આડાસ કરી રસ્તો બંધ કરી દેતાં રસ્તા પરથી પસાર થતાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ સમગ્ર મામલે પૂછપરછ કરતા દુકાનદારોએ માર્ગ બંધ કર્યાનું જામવા મળ્યું હતું. જેમાં દુકાનદારો દ્વારા અગાઉ નેશનલ હાઇવેને રજૂઆત કરી બિસ્માર રસ્તાને બનાવવા માટે માંગ કરવામાં આવી હતી. તેમ છતાં રસ્તો ન બનાવતા જેના કારણે દુકાનદારોને ધુળની ડમરીઓ ઉડતા ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. જેથી આ વિસ્તારના દુકાનદારોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કરેલ હતો.

પોલીસે 7 લોકોની અટકાયત કરી
જેમાં ભાવેશ ધીરૂ પામક, જેન્તી વાલજી ગજેરા, મેજર કિશોર છગ, સાહીદ ઉસ્માન જાલોરી, હમીર પુંજા રામ, કરીમ ઇસ્માઇલ જેઠવા, તેમજ વિપુલ ભીમા સોસા સહીત સાત વ્યકિતઓની પોલીસે અટકાયત કરી હતી. તમામને પોલીસ સ્ટેશને લાવી સાત વિરૂધ્ધ પોલીસે અટકાયતી પગલાં ભરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...