કાર્યકરોમાં ભારે ઉત્સાહ:ઉના 93-વિધાનસભા બેઠકના ઉમેદવાર કરીકે BJPએ કે.સી.રાઠોડ પર કળશ ઢોળ્યો

ઉના18 દિવસ પહેલા

ઉના 93-વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2007માં પ્રથમ વખત કે.સી.રાઠોડ ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવી ભગવો લહેરાવ્યો હતો. ત્યાર બાદ 2012ની ચૂંટણીમાં હાર થઇ હતી અને ત્યાર પછી 2017માં હરીભાઈ સોલંકીને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળી હતી, પરંતુ તેમની પુંજાભાઇ વંશ સામે હાર થઇ હતી. 2022માં ઉના વિધાનસભાની ટિકિટ માટે 10થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ભાપજ પક્ષે ઉમેદવાર તરીકે કે.સી.રાઠોડ પર કળશ ઢોળ્યો છે.

કે.સી.રાઠોડ
કે.સી.રાઠોડ

ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ
ઉના 93-વિધાનસભા બેઠક પર ભાજપે કાળુભાઇ રાઠોડની પસંદગી કરી છે, જેના પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર બાદ ભાજપ કાર્યલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્રારા કે સી રાઠોડને ફુલહાર કરી અભિનંદન પાઠવી સાથે શહેરના ટાવર ચોક, ત્રિકોણ બાગ, ભાજપ કાર્યલય, બસ સ્ટેશન તેમજ વડલા ચોક સહીત વિવિધ ચોકમાં ફટાકડા ફોડી આતસબાજી કરી હતી. આ સાથે ઉમેદવાર જાહેર થતાં કે.સી.રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો હતો.

ફટાકડા ફોડી આતસબાજી કરવામાં આવી
તેમળે વિશેષમાં જણાવ્યું હતું કે, તાલુકાના તમામ લોકોને સાથે રાખી ફરી એક વખત ભગવો લહેરાવવા કટીબધ્ધતા છે. ઉના વિધાનસભા બેઠક પરથી કે.સી.રાઠોડ ઉમેદવાર જાહેર થતાં ભાજપ કાર્યાલયે ફૂલહાર કરી અભિનંદન પાઠવી ફટાકડા ફોડી આતસબાજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...