ઉના 93-વિધાનસભા બેઠકના ઉમેદવાર કાળુ ચના રાઠોડ (કે.સી) દ્વારા ઉના ગીરગઢડા તાલુકાના ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં જનમેદની સાથે શહેરમાં માર્ગ પર મહારેલી યોજી બાદમાં ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું.
ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ રજુ કર્યું
જેમાં ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લા સાંસદ રાજેશ ચુડાસમા સહીતના કાર્યકરો આગેવાનો, યુવાનનો તેમજ મહિલાઓ જોડાઈ હતી. બાદમાં પ્રાંત કચેરી ખાતે અધિકારી ડે.કલેક્ટર રાવલની ઉપસ્થિતિમાં વિધીવત ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો, આગેવાનો જોડાયા હતાં. ત્યારે શહેરમાં કેસરિયા ભગવાથી રંગે રંગાયેલો માહોલ છવાયો હતો. જાણે વિજય સરઘસ નિકળ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સાથે કેસી રાઠોડે જંગી બહુમતીથી વિજય થવાનો દાવો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.