પોલીસ સંભારણા દિવસની ઉજવણી:ઉમેજ ગામે શહાદત વહોરનારા અલ્લરખાભાઈના સ્મારકમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ; પોલીસ પરેડ પણ યોજાઈ

ઉના2 મહિનો પહેલા

પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે ઉનાના ઉમેજ ગામના વર્ષ 2002માં અક્ષરધામ ગાંધીનગરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહાદત વહોરનારા અલ્લરખભાઈ એચ ઉનડજામે હિન્દુ ધર્મના મંદિર કાજે આતંકવાદીઓની સામે ખુલ્લી છાતીયે લડીને શહીદ થયા હતા. તેમની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે ઉમેજ ગામની પ્રાથમિક શાળામાં શહિદ સ્મારકની જગ્યા પર પોલીસ અધિકારી કર્મીઓ હાજર રહી વહેલી સવારે પરેડ યોજવામાં આવી હતી. તેમજ શહીદ વિર અલ્લારખાભાઈના પરિવાર તેમજ ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અને તમામ સમાજના લોકોએ શહીદ સ્મારકમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી સલામી અપાઈ
ઉમેજ ગામમાં સ્મૃતિ દિનના દિવસે જીલ્લા પોલીસ વડા ડી વાય એસ પી ખેંગાર, ઉનાના પી આઈ તથા પોલીસ સ્ટાફ, ગામની હિન્દુ મુસ્લિમ એકતા સમિતિના તમામ સભ્યો તેમજ શહીદ વિર આલ્લરખાભાઈના માતા અને ભાઈઓ મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનડજામ શહીદ વિરના ભાઈ ઇબ્રાહીમભાઇ ઈમ્તિયાઝભાઈ, અમીનભાઈ જૉખિયા, હકીમભાઈ જોખિયા, હસમુખભા, પુર્વ સરપંચ મનસુખભા ગોહિલ, ગામના સરપંચ અને ઉપ સરપંચ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પ્રા.શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યા હાજર રહ્યા હતા. શહીદ વિર અલ્લારખાભાઈના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી શાહિદને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...