ઉનાના બે શખ્સોને દારૂ સંબંધિત ગુનામાં સંડોવણી બદલ પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા છે. ગીર ગઢડા પોલીસ દ્વારા બંને શખ્સો સામે પાસા અંતર્ગત દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. વૉરન્ટ ઈસ્યુ થતાં જ જિલ્લા LCB ટીમે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમને અમદાવાદ, સુરત સેન્ટ્રલ જેલ હવાલે કરી દેવાયા છે.
ગીર સોમનાથમાં કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખી અસામાજીક પ્રવૃતિ આચરતા બૂટલેગરો સામે કડક કાર્યવાહી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે Dy.SP વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ ગીરગઢડા PSI જે.આર.ડાંગર દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આર.જી.ગોહીલે ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને રાખી પાસા વૉરન્ટ ઇસ્યુ કર્યો હતો. તેથી LCBના પ્રવિણ મોરી, પ્રફુલ વાઢેર, રાજુ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતની ટીમે વોચ ગોઠવી દિપક ઉર્ફે દિપુ જાદવ અને સિદ્ધરાજ ગોહિલને પકડી પાડ્યા હતા. બંને આરોપી અનુક્રમે ઉમેજ અને સામતેરના રહેવાસી છે. પાસાના ગુના હેઠળ બંને આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને આરોપીઓને અમદાવાદ- સુરત સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.