અગાઉ મનદુઃખના કારણે માર માર્યો:ગીરગઢડાના અંબાડા ગામના બે શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો; ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયો...

ઉના10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના અંબાડા ગામમાં રહેતા યુવાન સાથે અગાઉ મનદુઃખના કારણે જે તે વખતે સમાધાન થઇ ગયું હતું. જેથી નાસ્તો કરાવાનું કહીં અન્ય શખ્સને બોલાવી યુવાનને લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલો આ બાબતે યુવાને બે શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

અંબાડા ગામે રહેતા બીજલ બલદાણીયા તેમજ નાનજી સાખટ બંને ગામમાં આવેલા મંદિરના ઓટા પર બેઠા હતા. ત્યારે પ્રવિણ છેલાણા આવેલ અને કહેલ કે આપણા અગાઉ મનદુઃખ જે તે વખતે સમાધાન થઇ ગયેલ, પરંતુ તે મને ક્યારેય નાસ્તો કરાવેલ નથી. આજે તું મને ધોકડવા ગામે નાસ્તો કરાવ જેથી આપણે બંનેને કાયમી માટે સમાધાન થઇ જાય. જેથી ધોકડવાથી નાસ્તો લઇ અંબાડા ગામે જવાના રસ્તે ખાભડા પ્લોટ પાસે બાપાસીતારામ ચોકડીએ આવી ઓટાપર નાસ્તો કરતા હતા. ત્યારે પ્રવિણે તેના કુંટુંબીકભાઇ હિતેષ છેલાણાને ફોન કરી નાસ્તો કરવા બોલાવતા ત્યા આવેલ અને કહેલ કે આને કેમ નાસ્તો કરાવો છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા અને અપશબ્દો બોલવાની ના પાડતા તેની પાસે રહેલા લોખંડના પાઇપ વડે બીજલને માથાના ભાગે માર મારી ફ્રેક્ચર કરી દીધું હતું.

આમ બંને શખ્સોએ માર મારી નાશી છુટ્યા હતા. યુવાનને ગંભીર ઇજા થતા ઉના ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલો છે. આ બાબતે બીજલ બલદાણીયાએ ગીરગઢડા પોલીસમાં પ્રવિણ છેલાણા અને હિતેષ છેલાણા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે શખ્સોને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...