દારૂની હેરાફેરી પર પોલીસની તરાપ:ઉનાની એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસેથી કારમાંથી દારૂની બોટલો સાથે બે ઝબ્બે; કુલ રૂ. 3.76 લાખથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

ઉના20 દિવસ પહેલા

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દિવથી કારમાં દારૂ લઈ અવાતો હોવાની બાતમીના આધારે પોલીસે ઉનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસેથી કારને રોકાવી તલાશી લીધી હતી. જેમાં કારની અંદરથી વિદેશી દારૂની બોટલના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 3.76 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કુલ રૂ. 3.76 લાખનો મુદ્દામાલ ઝડપાયો
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પ્રકાશ નાનજી પરમાર રહે. દિવ ભુચરવાળા, ચિત્રાંગ મોહન સોલંકી રહે. ઘોઘલા આ બંન્ને શખ્સો દીવથી કાર નં. જી.જે. 08 આર 5076 માં દારૂ લઈ આવતા હોવાની બાતમી આધારે પોલીસે ઉના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે કારને રોકાવી તલાશી લીધી હતી. જેમાં કારની અંદર બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 72, મોબાઇલ બે, તેમજ કાર સહિત કુલ રૂ. 3.76 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની વધ પૂછપરછ કરતાં વધુ એક દિવમાં આવેલા મિત બારમાં કામ કરતા શખ્સનું નામ નહિ આવડતાં કુલ ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...