ઉનામાં મેઘરાજાનું પુનઃ આગમન:દેલવાડામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

ઉનાએક મહિનો પહેલા

ઉના પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ સાથે બપોર પછી ઉના શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. દેલવાડા અને આજુબાજુના ગામોમાં ધોધમાર એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

દેલવાડા ગામે સમી સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા અચાનક ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અચાનક ધોધમાર વરસાદ એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સાથે નીચેના વાળા વિસ્તારોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...