ઉનાના ખજુદ્રા ગામમાં આવેલા બે આંગણવાડી કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. આ બે આંગણવાડીમાં 300 જેટલા બાળકો આવતા હોય છે. અને ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચવુ ભારે મુશ્કેલ બની જતુ હોય છે. સરકાર દ્વારા ગામમાં બાળકોના હિતમાં નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી અનેકવાર રજૂઆતો કરવાં છતાં આજ સુધી બનાવવામાં આવી નથી. ભાડાના મકાનમાં બાળકોને બેસવાની પણ જગ્યા ન હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ ન હોય આ બાબતે ગામના જાગૃત નાગરિક પરબત ચૌહાણ દ્વારા બાળ વિકાસ સંકલન કચેરીના આઇસીડીએસ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલીક નવી આંગણવાડી બનાવવાની માગ કરેલી છે.
ખજુદ્રામાં અંદાજે 7 વર્ષથી બંને આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં છે. ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદના કારણે નાના બાળકો બેસી શકે તેવી સ્થિતી નથી હોતી અને જીવનું જોખમ મંડાય રહ્યું છે. તેમજ ગામાં બે આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય તેમાં 300 જેટલા બાળકોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં શરૂ છે. હાલ ત્રણ આંગણવાડી હોવી જરૂરી છે અને આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલા નથી.
ઉના તાલુકાના ખજુદ્રા ગામમાં નાના ભુલકાઓ માટે નવી આંગણવાડી ક્યારે બનશે તેની ગામ લોકો રાહ જોઇ રહ્યા છે. તેમજ ગામમાં વિકાસના અનેક પ્રશ્નો હોવા છતાં કોઇ જાતની કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા ગામની રૂબરૂ મુલાકાત કરી તપાસ કરવામાં આવે તો ખરેખર ગ્રામ્ય વિસ્તારના શ્રમીક તથા સામાન્ય પરિવારને પડતી અનેક મુશ્કેલીઓનો ખ્યાલ આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.