ચક્કાજામ થતાં ચાલકો પરેશાન:ઉના પોલીસ લાઈન સામે ટ્રક બંધ પડી જતાં ટ્રાફિક જામ સર્જાયો, વાહનોની લાંબી કતારો સર્જાતાં ચાલકોને હાલાકી

ઉના14 દિવસ પહેલા
  • ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી જઇ રસ્તા પર ટ્રાફિક દૂર કરવા કામગીરી હાથ ધરી

ઉના શહેરમાંથી પસાર થતાં હાઇવે રોડ પર નાના મોટા વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે પોલીસ લાઈન અને શાકમાર્કેટ વચ્ચે મુખ્ય રસ્તા પર એક ટ્રક અચાનક બંધ પડી જતાં રસ્તા પર વાહનોની કતારો જોવા મળી હતી.

ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી
એક તરફ ઉના શહેરનો મુખ્ય રસ્તો ચોમાસાના કારણે બિસ્માર બની ગયો છે. તેમજ રસ્તા પર મસમોટા ખાડા પણ પડેલા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. તેમાં પણ આજે સવારે એક ટ્રક અચાનક બંધ પડી જતાં કલાકો સુધી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ટ્રાફિક સર્જાતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જો કે આ બાબતની ટ્રાફિક પોલીસને જાણ થતાં તાત્કાલિક રસ્તા પર ટ્રાફિકનું નિવારણ કરવા સ્થળ પર પહોંચી જઇ રસ્તા પર ટ્રાફિક દૂર કરવા કામગીરી હાથ ધરી હતી. બાદમાં બંધ ટ્રકને અન્ય વાહન મારફતે દૂર ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...