બેફામ ટ્રકચાલકે સર્જ્યો અકસ્માત:ઉના શાકમાર્કેટ પાસે ટ્રકચાલકે પાંચ વાહનોને હડફેટે લેતા નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી, રિક્ષાચાલકને હાથ-પગમાં ઈજા

ઉના20 દિવસ પહેલા

ઉના શહેરમાં શાકમાર્કેટ પાસે મુખ્ય હાઈવે રસ્તા પર ટાવર ચોકથી આવતા ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી સામે એક છકડા રિક્ષાને હડફેટે લેતા પાછળની અન્ય ત્રણ રિક્ષા સીવાય બે બાઈક સહિત કુલ પાંચ વાહનોને નુક્સાન પહોંચાડ્યું, પરંતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

શાકમાર્કેટ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જતા એક સાથે લાઈનમાં ત્રણ છકડા રિક્ષા તેમજ બાઇકને નુકસાન થયું હતું. જેમાં એક છકડો રિક્ષા પલ્ટી મારી ગયો હતો. આ અક્સ્માતમાં રિક્ષા ચાલકનો અને રસ્તાની નજીક માંજ શાકભાજી વહેંચતા મહીલાઓ તેમજ વાહનચાલકોનો આબાદ બચાવ થયો હતો. જોકે રિક્ષા પલ્ટી ખાઈ તેની પાછળ ટ્રક હોવાથી તમામનો બચાવ થયો અને મોટી જાનહાનિ થતી અટકી હતી.

રિક્ષાચાલકને હાથ તેમજ પગમાં સામાન્ય ઈજા થઈ હતી અને રિક્ષાને તેમજ તેમાં ભરેલી લાદીની પેટીને પણ નુક્સાન થયું હોવાનુ રિક્ષાચાલક મનુભાઇએ જણાવ્યું હતું. રિક્ષા અને બાઈકને નુક્સાન થતાં, આ અકસ્માત સર્જાતા મુખ્ય રસ્તા પર વાહનોની કતાર લાગી ગઈ હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રકચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...