હોવર ક્રાફટ બન્યું આકર્ષણનું કેન્દ્ર:દીવના દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટને નિહાળવા પર્યટકો ઉમટ્યાં, તે પાણીની સાથે રેતીમાં પણ ચાલી શકે છે

ઉના15 દિવસ પહેલા

દીવ શહેર અરબી સમુદ્રના કિનારે વસેલુ એક સુંદર ટાપુ અને પર્યટન સ્થળ છે. દીવના દરિયા કિનારાના ઉછળતા મોજાની અનોખી મોજ માણવા દેશ વિદેશના લાખો સહેલાણિયો દિવની મુલાકાત લેતા હોય છે. દીવના 75 ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી હોય તેથી દરિયાની અંદર કોઈ મોટું શિપ જેવુ કે મર્ચન્ડ નેવી શિપ, પેસેન્જર ક્રુઝ કે પછી યુદ્ધ જહાજને નિહાળતા જ લોકો અને પર્યટકો આનંદિત થઈ જાય છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટ જે અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ છે. દરિયાનો રાજા કહેવાતું હોવર ક્રાફટ મુંબઈથી 12 ક્રુમેમ્બરો સાથે દિવના ઘોઘલાના દરિયા કિનારે આવતાની સાથે દરિયામાંથી સીધું સફેદ રેતીમાં ચાલતાં લોકોએ નિહાળી આનંદની લાગણી ફેલાઈ હતી.

પાણીની બહાર રેતીમાં પણ ચાલવાની છે ખાસીયત
આ હોવર ક્રાફટની ખાસિયત એ છે કે તે ડબલ ડીઝલ એન્જીન ડબલ પંખાઓ સાથે હાઈ સ્પીડ એક કલાકમાં 99 કિલોમીટરની ઝડપથી 42 થી 56 ક્રુ મેમ્બરો સાથે 8 હજાર કિ.ગ્રામનો વજનની કેપેસિટી ધરાવે છે. તેની લંબાઈ 22 મીટર અને પહોળાઈ 11 મીટર દરિયામાં ખુબજ ઝડપથી ચાલે છે. તેની ખાસીયત એ પણ છે કે દરિયાના પાણીની બહાર રેતીમાં પણ તે ચાલી શકે છે. તેને નિહાળવા પ્રયટકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતાં પોલીસ પહેરો ગોઠવવાની ફરજ પડી હતી. સિક્રેટ મિશનમાં નીકળેલું આ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હોવર ક્રાફટ દિવના દરિયા કિનારે આવતા લોકો અને પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...