ઉનામાં મામા-ભાણેજ પર જીવલેણ હુમલો:ત્રણ શખ્સો છરી તેમજ લોખંડના પાઇપ વડે માર મારતા ગંભીર ઈજા પહોંચી; પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના ભડિયાદર ગામે રહેતાં શખ્સની કુટુંબીની દીકરીને આશરે બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદ દોઢેક વર્ષ સાથે રાખી ત્યારબાદ તેને છોડી દીધી હતી. જેનું મન દુઃખ રાખી ત્રણે શખ્સોએ મામા-ભાણેજ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છરી તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનાના ભડિયાદર ગામે રહેતાં મુકેશ શાર્દૂલ વાળાની કુટુંબીની દીકરીને આશરે બે વર્ષ પહેલા ખીમા વીરા સોલંકી ભગાડી ગયો હતો. દોઢેક વર્ષ રાખી તેને છોડી દીધેલ જેનું મન દુઃખના કારણે મુકેશ વાળા અને તેમના ભાણેજ મંગળ કાના ગઢીયા બન્ને ગામના ગોંદરા પાસે બાપા સીતારામના ઓટલે બેઠા હતા. ત્યાં ખીમા સોલંકી આવ્યો હતો અને કહેલ કે તું અમારી આમ તેમ વાતો શુકામ કરે છે? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી ઉશ્કેરાઈ જઇ ખીમા વીરા સોલંકી, રાકેશ બાબુ સોલંકી, તેમજ બાબુ વીરા સોલંકી આમ ત્રણેય શખ્સોએ બન્ને મામા-ભાણેજ પર જીવલેણ હુમલો કરી માથામાં, છાતીમાં તેમજ હાથના ભાગે છરી તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
આમ મુકેશ કુટુંબીની દીકરીને ભગાડી ગયેલ હોઈ જે મનદુઃખના કારણે જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કરેલ જેમાં મુકેશ તેમજ તેનાં ભાણેજ મંગળ ઉર્ફે મંગાને ગંભીર રીત ઈજા પહોંચતા ઈમરજન્સી 108માં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં મુકેશ શાર્દૂલ વાળાએ પોલીસમાં ખીમા વીરા સોલંકી, રાકેશ બાબુ સોલંકી, તેમજ બાબુ વીરા સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 307, 323, 324, 504 સહીતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...