કાર્યવાહી:ઊનાનાં દેલવાડા પાસે કારમાંથી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીનાં આધારે વોંચ ગોઠવી’તી, કાર સહિત રૂ.3.29 લાખનો મુદ્દામાલ કબ્જે

દિવથી દારૂની હેરાફાર થતી હોવાની બાતમી મળતા પોલીસે દેલવાડા પાસે વોંચ ગોઠવી એક કારને રોકાવી તલાસી લેતા વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળતા નિલેશભાઈ છગનભાઈ મૈયા, ભીખુશા બચુશા, પીપી બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ સહિતની ટીમે દેલવાડા ગામ પાસે વોંચ ગોઠવી હતી.

દિવ તરફથી આવી રહેલી કાર નં.જીજે-01-આરજે-3530ને રોકાવી તલાશી લેતા કારની અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 53 બોટલ મળી આવી હતી. જેથી કારમાં સવાર ભીખા ભાખા મુંગરા, પ્રકાશકુમાર હરીભાઈ પટેલ તેમજ જીતેન્દ્ર દેવીદાસ નિમાવત (રહે. રાજકોટ) વાળાને કાર સહિત રૂપિયા 3,29,035નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને આ ત્રણેય શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...