ઉના શહેરમાં તસ્કરો સક્રિય બન્યા:ટોબેકોની દુકાનના નળીયા કાઢી ચોરો દૂકાનમાં પ્રવેશ્યા; માલસામાન તેમજ રોકડ રકમની ચોરી કરી છુંમંતર

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના સોની બજારમાં આવેલા લીલાશાહ ટોબેકો નામના દુકાન ધારક રાત્રિના સમયે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યાં હતાં. બીજા દિવસે સવારના સમયે દુકાનનું તાળું ખોલતા તસ્કરો મોડી રાત્રે ઉપરના ભાગેથી નળીયા ખસેડી દુકાનમાં પ્રવેશ કરી બીડી, સિગારેટ તમાકુ સહિત રોકડ રકમ સહિતની ચોરી કરી ગયાની પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી વેપારીઓની માગ ઉઠવા પામી હતી.

ઉનામાં રહેતા અને મેન બજારમાં લીલાશાહ ટોબેકો નામની દુકાન ધરાવતા કનૈયાલાલ નારણદાસ લાલવાણી રાત્રિના સમયે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યાં હતાં. સવારે 9 વાગ્યાના સમયે દુકાનનું તાળું ખોલી પ્રવેશ કરતા દુકાનનો ગલ્લો તેમજ માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. દુકાનની ઉપરના ભાગે નજર કરતા નળિયા ખસેડીને તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા રૂ.9, 650 રોકડ તથા તમાકુ, બીડી, સિગારેટ જેની કિં. 25,300 મળી કુલ રૂ. 34,950 રકમની તસ્કરો ચોરી કરી નાસી છૂટયા હોવાનુ કનૈયાલાલ લાલવાણીએ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...