કોન્ટ્રાક્ટ રદ:ઊના ST ડેપોમાં વાહન પાર્કિંગ માટે હવે ચાર્જ નહીં ચૂકવવો પડે

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરના ટેન્ડરની શરતભંગ થઈ હોય નોટીસ બાદ કોન્ટ્રાક્ટ રદ

ઊના બસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી પાર્કિંગનો કોન્ટ્રાક્ટ યુસુફભાઈ ઈસ્માઈ દલના નામે હતો. પરંતુ આ કોન્ટ્રાક્ટ દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટના ટેન્ડરની શરતભંગ કરેલ હોય તેમને નોટીસ પાઠવાઇ હતી. ત્યારબાદ અમરેલી એસટી નિયામક દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરતા મુસાફરોએ પોતાના વાહનનો પાર્કિંગ ચાર્જ આપવાનો રહેશે નહીં.

છેલ્લા ઘણા સમયથી એસટીમાં પાર્કિંગનો ચાર્જ વસુલાતો હોય લોકોમાં નારાજગી હતી. હવે મુસાફરો એસ બસ ડેપોમાં પોતાના વાહનો પાર્ક કરતી વખતે કોઇને અડચણરૂપ ન થાઇ તે રીતે પાર્કીગ કરવાના રહશે. મુસાફરો પોતાની જવાબદારીએ વાહન પાર્ક કરવાના રહેશે. એવુ ડેપો મેનેજર આશિષ રાજકોટીયા દ્વારા જણાવાયું છે. - તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...