અકસ્માત:ટ્રક ચાલકે 3 રીક્ષા, 2 બાઈકને હડફેટે લીધી, જાનહાની ટળી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી, થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો’તો

ઊના શહેરમાં શાકમાર્કેટ પાસે મુખ્ય હાઈવે રોડ પર ટાવર ચોક તરફથી આવતા ટ્રકના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી એક છકડો રિક્ષાને હડફેટે લેતા પાછળની અન્ય ત્રણ રિક્ષા અને બે બાઈક મળી કુલ 5 વાહનોને નુક્સાન કર્યું હતું. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી.ઊના શહેરમાં શાકમાર્કેટ પાસે ટ્રકનાં ચાલકે અકસ્માત સર્જાતા એક સાથે લાઈનમાં ત્રણ છકડો રિક્ષા તેમજ બે બાઇકને નુકસાન કર્યું હતું.

અને એક રિક્ષા પલ્ટી ગઈ હતી પરંતુ રિક્ષા ચાલકનો અને નજીકમાં જ શાકભાજી વહેંચી મહીલાઓ અને વાહન ચાલકોનો બચાવ થયો હતો. જોકે રિક્ષા પલ્ટી મારી તેની પાછળ ટ્રક હોવાથી તમામનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. રિક્ષા ચાલકને હાથ તેમજ પગમાં સામાન્ય ઈજા થઈ હતી. જો કે, રીક્ષા ચાલક મનુભાઈનાં જણાવ્યા અનુસાર રીક્ષા અને તેમા ભરેલ લાદીને નુકસાન થયું હતું. આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હોય ઘટના સ્થળે પોલીસે પહોંચી ટ્રક ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...