બાઇક ચોર ગેંગ સક્રિય:ઊનાના સનખડામાં ઘર પાસે પાર્કીગ કરેલ બાઇકની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ હાથ ધરવા ગ્રામજનોની માંગ

ઊનાના સનખડા ગામમાં રહેતા અને ખેત મજુરી કરતા યુવાને પોતાના ઘર પાસે રાત્રીના સમયે બાઇક પાર્કીગ કરીને બાદમાં સુઇ ગયેલા હતા. અને મોડી રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ બાઇકની ચોરી કરી નાશી છુટ્યા હોય આ અંગેની પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી છે.

રાત્રીના સમયે પેટ્રોલીંગ હાથ ધરવા ગ્રામજનોની માંગ
સનખડા ગામમાં આવેલ પોસ્ટ ઓફીસની બાજુમાં રહેતા શિવપુરી શંકરપુરી ગોસ્વામી પોતાની બાઇક નં જીજે. 11 જીબી 2575 ઘરની બહાર દરવાજા પાસે રાત્રીના 8 વાગ્યાની આસપાસ પાર્કીગ કરી હતી. અને ઘરમાં જમીને સુઇ ગયેલા અને મોડી રાત્રીના અજાણ્યા શખ્સો આવીને બાઇક ચોરી કરી નાશી છુટ્યા હતા. જે અંગે શિવપુરી ગોસ્વામીએ પોલીસમાં અરજી કરી તાત્કાલીક તપાસ કરવા અને આવા તત્વોની ઝડપી પાડવા માંગ કરેલ છે. સનખડા ગામ વેપારીઓનું હબ હોય ત્યારે પોલીસ દ્રારા આ વિસ્તારમાં રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી આ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...