તંત્રની આળસે લોકો પરેશાન:ગીરગઢડાના ખીલાવડ-ધોકડવા ગામેથી નીકળતો રસ્તો અતિ બિસ્માર; તાત્કાલિક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવા માંગ

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાથી ખીલાવડ-ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરીએ જવા મુશ્કેલી પડે છે. આથી આ બિસ્માર રસ્તાનું તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફતે તાલુકા જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેક્ટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.

રસ્તાનું રીપેરીંગ-નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ
રજૂઆતમાં જણાવાયું હતું કે ગીરગઢડાથી ખીલાવડ-ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે. આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે. પરંતુ કુંભકર્ણની જેમ તંત્ર પણ ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. તેમજ ગીરગઢડા તાલુકાની જનતાને પ્રાથમિક સુવીધાથી પણ વંચીત રાખવામાં આવી રહ્યા છે. આ રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેર તેમજ નવો રસ્તો બનાવવામાં આવે તેવી ગીરગઢડા તાલુકાના 20 ગામોની જનતાની માંગણી છે. આમ આ રસ્તા માટે યોગ્ય કાર્યવાહી કરી રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં નહિ આવે તો ગીરગઢડા તાલુકાના લોકોને સાથે રાખી આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...