જાનહાની ટળી:ઊના શહેરમાં મુખ્ય રસ્તા ઉપરના ખાડામાં રીક્ષા પલટી

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટી-કાંકરી નાંખવામાં આવતી હોય વાહન સ્લીપ થઈ રહ્યાં છે

ઊના પંથકમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તા ઉપર ડાંમર ઉખડી ગયેલ હોય જેથી રસ્તા ઉપર ઠેર ઠેર બે અઢી ફુટના ખાડા પડી ગયા છે. મુખ્ય રસ્તો હોવાથી હજારોની સંખ્યામાં નાના મોટા રોજીંદા વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખાડામાં વરસાદના પાણી ભરાયેલ હોવાથી વાહન અકસ્માતનો ભય રહે છે.

ત્યારે શહેરમાં ત્રિકોણબાગથી ટાવર ચોક તરફ આવતી એક રીક્ષા જેમાં માલસામાન ભરેલો હોય સવારે અચાનક રસ્તા પર પડેલામાં રીક્ષા ગુલાટ મારી ગઈ હતી. જોકે રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયેલ જ્યારે રીક્ષા પલ્ટી ખાઇ જતાં આજુબાજુ માંથી લોકો દોડી ગયેલા અને રીક્ષાને ઉભી કરવામાં આવી હતી. અને કોઇજાનહાની કે નુકસાન થયેલ ન હતું. આ રસ્તા પર ડામર ઉખડી જતાં મસમોટા ખાડાને બુરવા તંત્ર દ્રારા માટી કાકરી નાખીને સંતોષ માની લીધો હોય જેથી વાહન સ્લીપ થવાના બનાવ બની રહ્યાં છે.કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...