લઠ્ઠાકાંડના મૃતકોને શ્રદ્ધાજંલી:દેલવાડા ગામમાં કોંગી ધારાસભ્યએ કહ્યું- આ લઠ્ઠાકાંડ નથી, હત્યાકાંડ છે; નશીલા પદાર્થોથી દૂર રહેવા જાગૃત કરાયા

ઉના11 દિવસ પહેલા

ઊનાના દેલવાડા નજીક આવે સુપ્રસિધ ગૃપ્ત પ્રયાગ ધામ ખાતે ઉના ગીરગઢડા તાલુકા શહેર કોંગ્રેસ સમિતી દ્રારા લોકોમાં નશીલા પદાર્થોથી દૂર રહેવા જાગૃત કરવા માટેનો કાર્યક્રમ સાથે લઠ્ઠાકાંડમાં જે જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા તેને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ધારાસભ્યે કહ્યું- આ લઠ્ઠાકાંડ નથી, હત્યાકાંડ છે
બરવાડા સહીતના ગામોમાં લઠ્ઠાકાંડમાં અનેક વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરીવારોને સાંત્વના સાથે આ તમામ મૃત્યુ પામનાર વ્યક્તિઓના માનમાં બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ગુણવંતભાઇ તળાવીયા, રામભાઇ ડાભી, કમલેશભાઇ બાંભણીયા સહીતના ગામના સરપંચો, આગેવાનો કોંગ્રેસ કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પુંજાભાઇ વંશે જણાવેલ હતુ કે આ લઠ્ઠાકાંડ નથી, હત્યાકાંડ છે.

દારુબંધીનો કડક અમલ કરવામાં આવે
ગુજરાત દારૂ, ડ્રગ્સ, હેરોઇન, ગાંજો નશીલા પદાર્થનું હલ બન્યુ છે. ગુજરાત ગાંધી અને સરદાર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભાજપ સરકારની અણઘડ નીતીઓમાં ગુજરાત નશીલા પદાર્થોનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે ગુજરાત આવા વ્યવસનોથી દૂર રહે અને દારૂ બંધીનો કડક રીતે અમલ થાય અને અસામાજીક પ્રવૃતિ કરનારા માથુ ન ઉંચકે અને સમાજને નુકસાન ન કરે આમ, આ પ્રાર્થના સભામાં દારૂબંધી જનજાગૃતિ અભિયાન સાથે લઠ્ઠાકાંડમાં થયેલા તમામ મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલી અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...