ઊના-ગીરગઢડા પંથકમાં ગત વર્ષે વાવાઝોડાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અને દ્રોણગામે પણ મકાન તેમજ ઘરવખરીને નુકસાન થતા લોકોએ વળતર માટે ફોર્મ ભર્યા હતા. જેમને એક વર્ષ વિતવા છતાં સહાય નથી મળી. જેથી દિનેશભાઈ પુંજાભાઈ ચૌહાણે ટીડીઓને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની રજુઆતમાં જણાવ્યા મુજબ ગત 17મે 2021ના તોકતે વાવાઝોડાથી રહેણાંક મકાન ઉપરના સિમેન્ટના પતરા તેમજ મકાનનો ઉપરનો અડધો ભાગ ધરાશાઇ થઇ ગયેલ હોય તે દરમ્યાન સરકાર દ્રારા સહાયના ફોર્મ ભરાતા હતા. ત્યારે દ્રોણ પ્રા.શાળામાં ફોર્મ મકાન તેમજ ઘર વખરીની સહાય મેળવવા ફોર્મ ભરેલા હતા.
પરંતુ એક વર્ષ વિતી ગયેલ હોવા છતાં આજ સુધી સહાયની રકમ હજુ સુધી મળેલ નથી. ગામના સરપંચ જયાબેન ભીમભાઇ મકવાણાના પુત્ર જોરૂ ભીમભાઇ મકવાણાએ મકાન તેમજ ઘર વખરી સહાયનું ફોર્મ ભરેલ હતુ તે ફોર્મ ઇરાદા પૂર્વક ગાયબ કરી નાખેલ છે. અને આજ સુધી સહાય મળી નથી. આ અંગે તલાટી અને ટીડીઓ અમૃત પરમારને લેખીતમાં રજૂઆત કરાઈ છતા માત્ર ઠાલા આશ્વાસન જ અપાઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.