સન્માન સમારોહ:ભાજપ દ્વારા પંચાયતી રાજની સંસ્થાના હોદેદારોનો સન્માન કરાયો, કાર્યક્રમમાં જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

ઉના15 દિવસ પહેલા

ઊના શહેર તાલુકા ભાજપ અને પૂર્વ ધારસભ્ય કે.સી રાઠોડ આયોજીત શહેરના સોમનાથ બાગમાં જય સોમનાથનાં નાદ સાથે પંચાયતની રાજની સંસ્થાના હોદેદારો જેવા કે, ગ્રામ પંચાયતના સરપંચો, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો તથા જીલ્લા પં., નગર પાલિકાના સભ્યો હોદેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં જીલ્લા ભાજપના પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરિભાઈ ઠકરાર, ઉના વિસ્તારના પ્રભારી તેમજ પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી સહીત શહેર અને તાલુકાના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સન્માન કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડતાં સમીયાણો પણ ટૂંકો પડ્યો હતી.

આગામી વિધાનસભામાં ચૂંટમીમાં પક્ષ જોડેથી ટિકીટ માંગીશ: કે.સી રાઠોડ (પૂર્વ ધારસભ્ય)
આ કાર્યક્રમને સંબોધન પૂર્વ ધારસભ્ય કે.સી રાઠોડે જણાવેલ હતું કે, આ પંચાયતી રાજની સંસ્થાઓનો સન્માન સમારોહથી નાનામાં નાના કાર્યકરનો સંપર્ક અને સરપંચો સહીતના હોદેદારો સભ્યોમાં ઉત્સાહન રહે તે મુખ્ય હેતુ હતો. આગામી વિધાનસભાની ચુંટણીમાં દરેક સમાજોનો અભિપ્રાય લઇ વિશ્વાસ રાખી હું વિધાનસભાની ટીકીટ માંગવાનો છું સાથે સાથે પાર્ટી ટિકીટ આપશે તો પણ લોકોનું કામ કરતો રહીશ અને ટીકીટ નહીં આપેતો પણ પાર્ટીની અને લોકોનું કામ કરતો રહીશ. વિશ્વાસ સાથે 2007માં જે પરીવર્તન આવ્યું એજ પરીવર્તન 2022માં લાવવાનો સંકલ્પ પણ કરેલ હતો. તે સીવાય કોરોના મહામારી તેમજ તાઉતે વાવાઝોડામાં અમે લોકોના ઘર સુધી પોહચી દુઃખમાં સહભાગી થયા છે. જી્લ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે પોતાના વ્યક્તવ્યમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અને ભાજપની વિચારધારાના પાયામાં કાર્યકર છે. જ્યારે કોંગ્રેસમાં એવુ કંઇ છે જ નહીં અને ખતમ થઇ ગઇ છે. ભાજપએ યોજના બધ્ધ પધ્ધતી છે અને તેથી જ પંચાયતથી માંડી દિલ્લી સુધીનું સફળ નેતૃત્વ ભાજપ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં ઉના ગીરગઢડા તાલુકામાંથી આગેવાનો હોદેદારો તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ઉનાના ધારાસભ્ય ખાડાના પુજનમાં વ્યસ્ત: માનસિંગભાઇ પરમાર
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ માનસીંગભાઇ પરમારે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવેલ હતુ કે, ખાડાઓનું પૂજન કરવા નિકળેલા ધારાસભ્યને યાદ કરાવુ કે કોરાના મહામારી વખતે તમે ક્યાં હતા? તેમજ તોકતૈ વાવાઝોડા વખતે તમે ક્યાં હતા ? તે લોકોને યાદ કરાવવું પડશે. જ્યારે ભાજપના કાર્યકરો લોકોની સાથે ઉભા રહી દુઃખમાં સહભાગી બની વેદના જાણી હતી.

હવે પરિવર્તનો સમય આવી ગયો છે: કે.સી. રાઠોડ
સન્માન સમારોહ કાર્યક્રમ સંબોધતતા પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડે જણાવેલ કે, હવે ચુંટણી આવી છે એટલે કોંગ્રેસના આગેવાનો દેખાશે. પરંતુ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. આજે આપણે પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરવું પડશે તેમ કહી કાર્યક્રમના ઉપસ્થિત આગેવાનો કાર્યકરોમાં જોમ જુસ્સો અને ઉત્સાહ પુરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...