છેલ્લા 26 વર્ષથી અન્નકૂટનું આયોજન:ઉનામાં ગાયત્રી મંદિરે વાનગીઓનો અન્નકૂટ ધરાયો; મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા

ઉના22 દિવસ પહેલા

ઊના શહેરમાં ગાયત્રી મંદિરે માતાજીને વિવિધ પ્રકારની મિઠાઇ તેમજ ભોજનની વાનગીઓથી અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

યુવાનો અને કાર્યકર્તાઓ અન્નકૂટનું આયોજન કરે છે
શ્રી વેદ્ માતા ગાયત્રી મંદિર ખાતે તુલસી વિવાહના દિવસે ગાયત્રી મંદિરમાં દર વર્ષે સતત 26 વર્ષથી અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતાજીને છપ્પન ભોગ ધરવામાં આવે છે અને બટુકભોજન પણ કરવામાં આવે છે. ગાયત્રી મંદિર ટ્રસ્ટી રાજુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ સતત 26 વર્ષથી ગાયત્રી પરિવારના યુવાનો અને કાર્યકર્તાઓને ધાર્મિક કાર્યોમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...