દરિયામાં એક માછીમારનું મોત:બોટના મશીનમાં ઝાડ આવી જતા મશીન બંધ પડ્યું; કાઢતા-કાઢતા મોજૂ આવતા બોટ પલટી મારી ગઈ, અન્ય માછીમારોનો આબાદ બચાવ

ઉના6 દિવસ પહેલા

દરીયાઇ સીમાની સીઝન શરૂ થઈ અને પહેલાં દિવસે પિલાણી બોટ દ્વારા ફિશીંગ કરવા ગયેલા ત્રણ માછીમારો નવાબંદર દરિયા કાંઠાના 1 કી. મી. દૂર માછીમારી કરીને સવારે આવતા હતા. આ દરમિયાન બોટની જાળ મશીન સાથે ફસાઈ ગયેલ હતી. તે જાળ કાઢી રહેલા તે દરમિયાન દરિયાનું ભયંકર મોજુ આવતા પિલાણી બોટ ઉછળી પાણી સાથે ટકરાતાં બોટને દરીયાઇ સીમાના ઉંડા પાણીમાં ડૂબાડી દીધી હતી. આ બોટમાં માછીમારી કરવા ગયેલા ત્રણ પૈકી ભાણાભાઈ પીઠાભાઈ ચાવડા ઉ.વ. 45 રહે. ઝાલાના વરોદરા તા.સુત્રાપાડા વાળાનું દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. અન્ય બોટ માલીક અને માછીમારનો બચાવ અન્ય ફિશીંગ કરતી બોટનાં માછીમારો કરી કાંઠે પહોંચાડી હતી.

દરિયામાં 1 કિમી દૂર બની દૂર્ઘટના
​​​​​​
​ઉનાના નવાબંદર ગામનાં બોટ માલીક સુલેમાન ઈસ્માઈલ પટેલની માલીકીની પિલાણી મશીન વાળી બોટ નં. જી આર જી. જે. 7658 ગઈ કાલે માછીમારી સિઝન શરૂ થતાં ત્રણ સાગર ખેડુ સાથે ફીસીંગ કરવા ગયેલ હતી. અને રાત્રી રોકાણ દરીયાઇ સીમાનાં અંદર 1 નોટીમાઈ દૂર ફીશીંગ કરી દરિયા કિનારે પરંતુ આવતી હતી. આ દરમિયાન બોટનાં મશીન સાથે જાળ વિટાય જતાં તેને કાઢવા જતાં દરિયાના મોજાની થપાતે બોટોને ડુબાડી દેતાં પાણીમાં માછીમારો ગરક થઈ ગયેલા હતા. અને દેકારો મચી જતાં અન્ય બોટ સાથે માછીમારો અકસ્માત સર્જાતા દોડી આવેલા અને બોટ માલીક સુલેમાન ઈસ્માઈલ પટેલ અને અન્ય એક ખલાસી સહિતના બે માછીમારને દરીયાઇ સીમાનાં ઉંડા પાણી માંથી કાઢીને અન્ય બોટ મારફતે કાંઠે નવાબંદર જેટી પાસે લાવવામાં આવેલ જ્યારે ભાણાભાઈ પીઠાભાઈ ચાવડા નામનાં સાગર ફીસરમેનનું દરીયામા ડુબી જવાથી મોત નિપજ્યું હોય તેનાં મૃતદેહને પી એમ માટે ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મરીન પોલીસ દ્વારા તપાસ કરી તજવિજ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...