કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી:ઉના ભાવનગર હાઇવે પર પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી મારી, 2 વ્યકિતઓનો આબાદ બચાવ

ઉના3 મહિનો પહેલા

ઉના ભાવનગર હાઇવે રોડ પર આવેલા ગાંગડા ગામ પાસે પુલ નજીક રસ્તા પર રાત્રીના એક વાગ્યાની આસપાસ અકસમાત સર્જાયો હતો. હાઈવે પર પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળાઇ ગયેલી હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેતા લોકોને ધડાકાભેર અવાજ સંભળાતા ઘરની બહાર નિકળી ગયા હતા. આ કારમાં પોલીસ કર્મી રાહુલભાઇ સહીત બે વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં બન્ને વ્યક્તિઓનો આબાદ બચાવ થયેલો હતો. અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગયેલી હતી. કારમાં ભારે નુકસાન થયેલે જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન આ કારને મહામહેનતે બાવડના ઝાડમાંથી બહાર કાઢવામાં આવી હતી.

અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા સાઇડોમાં માટી નાખી સંતોષ માની લીધો હોઈ અને તેમ છતાં રસ્તાની સાઇડોમાં કટ રહી ગયેલી હોવાથી અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે તંત્ર હજુ પણ કોઇ વાહન અકસ્માતમાં ભોગ બને તેની રાહ જોઇ રહી છે કે શું ? તેવા અનેક સવાલો વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલીક રસ્તાની સાઇડો વ્યવસ્થિત રીતે પુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...