ઉના શહેર માધવબાગ વાડી ખાતે ઉના તાલુકાના તથા ગીરગઢડા તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ઉપસરપંચોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે, આપણા ગામડાઓના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે સરકારના આ પૈસાનો ખરા અર્થમાં વિકાસ માટે ઉપયોગ કરી ગામડાઓને સુવિધા યુકત બનાવશુ તોજ સૌનો સાથ, સૌનો વિકાસ સુત્ર સાર્થક થશે. તેમણે દરેક ચુંટાયેલા પ્રતિનિધિઓ સરપંચોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, ચુંટણીઓ પૂર્ણ થય ગઈ છે. ત્યારે રાજકારણ અને પક્ષાપક્ષીને ભુલીને વાદ વિવાદમાં પડ્યા વગર આપણા ગામોનો સર્વાંગી વિકાસ કરવોએ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ અને દરેક નાના-મોટા કામોમાં હું સતત આપ સૌની સાથે રહીશ મારા યોગ્ય જે પણ કામકાજ હોય તો જણાવવા કહ્યું હતુ.
આ મિટિંગમાં ઉના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, જિલ્લા પંચાયતના સદસ્યો તથા ઉના તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, ઉપપ્રમુખ પાલાભાઈ વાળા, કારોબારી ચેરમેન ભાવુભાઈ ચાવડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાળુભાઇ સરવૈયા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ધીરુભાઈ ગજેરા, ઉપપ્રમુખ વજુભાઈ કીડેચા, કારોબારી ચેરમેન ઉકાભાઇ વાઘેલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સાખટ તથા 100થી વધુ સરપંચઓ તથા ઉપસરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.